Your are blocked from seeing ads.

આધારકાર્ડ ધારકો માટે સારા સમાચાર : કાયમી સચવાય એવું ATM જેવું આધારકાર્ડ મેળવો ઘરેબેઠા

આધાર કાર્ડ એ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ભારતમાં લગભગ દરેક ઉંમરના વ્યક્તિ માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી પોતાની પાસે રાખવું ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ માં દરેક વ્યક્તિની ડિજિટલ તમામ ડીટેલ સુરક્ષિત દાખલ કરવામાં આવે છે.મિત્રો આજે આપણે આ આર્ટીકલ ની અંદર મેળવીશું કે ઘરે બેઠા દિવસે આધાર કાર્ડ કેવી રીતે મેળવવું

ATM જેવું આધાર કાર્ડ માહિતી

આધારકાર્ડ (Aadhar card) એક જરૂરી દસ્તાવેજ છે. તે બેંક એકાઉન્ટ અને પાન કાર્ડની સાથે લિંક હોય છે. તો સરકારી યોજનાઓમાં પણ તેની જરૂરિયાત રહે છે. આધાર કાર્ડનો ઉપયોગ હવે IDના રૂપમાં પણ થવા લાગ્યો છે. એવામાં જરૂરી છે કે તમારી પાસે દરેક સમયે આધાર કાર્ડ હોય. મોટાભાગના લોકોની પાસે જે આધાર કાર્ડ છે તે કાગળના ટુકડા પર એક કલર પ્રિન્ટ આઉટ જ હોય છે. જોકે તમે ઈચ્છો તો ATMની જેમ જોવા મળતા આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

Your are blocked from seeing ads.

ATM જેવું PVC આધારકાર્ડ નો ઉપયોગ

ભારત સરકાર દ્વારા આપેલ આધારકાર્ડ દરેક વ્યક્તિ માટે પ્રમાણિત ઓળખનો દસ્તાવેજ ગણવામાં આવે છે. આ આધારકાર્ડ જલદીથી ફાટી કે પાણીમાં પલળીને ખરાબ ન થાય તેના માટે પ્લાસ્ટિકનું આધારકાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. PVC આધારકાર્ડ એ તમારા જૂના આધારકાર્ડ જેવું છે, પરંતુ તે ATM કાર્ડ જેવા પ્લાસ્ટિક પર પ્રિન્ટ કરવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી ટકી રહે.

Your are blocked from seeing ads.

UIDAI દ્વારા કરાઈ જાહેરાત

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા ‘ઓર્ડર PVC આધાર કાર્ડ’ નામની નવી સેવા શરૂ કરવામાં આવેલી છે. જેમાં આધાર ઓર્ડર કરવા તમારે માત્ર 50/- રૂપિયાની ફી ચુકવવાની રહેશે. UIDAI આધાર કાર્ડની માહિતી PVC કાર્ડ પર છાપવાની સુવિધા પૂરી પાડે છે. જેમના પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તેઓ પણ નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને PVC આધાર કાર્ડ મંગાવી શકે છે.

માત્ર 50 રૂપિયામાં ATM જેવું PVC આધારકાર્ડ

આ આધાર કાર્ડ ક્વોલિટીમાં સારું હોય છે અને તેને સરળતાથી પર્સમાં રાખી શકાય છે. આધાર પીવીસી કાર્ડમાં હોલોગ્રામ, Guilloche પેટર્ન, Ghost Image અને માઈક્રો ટેક્સ્ટ જેવા સિક્યોરિટી ફીચર્સ પણ હોય છે. તેમાં ક્યૂઆર કોડ દ્વારા તરત ઓફલાઈન વેરિફિકેશન થઈ જાય છે. આ કાર્ડ માટે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.

અન્ય પણ આટલી મળશે સુવિધાઓ

  • સુરક્ષિત QR code
  • સુંદર અક્ષર
  • ઈસ્યુ તારીખ અને રી-પ્રિન્ટ તારીખ
  • ખૂબ સરસ આધાર લોગો
  • હોલોગ્રામ

ઘરે બેઠા કરો આ રીતે અપ્લાય

  • તેના માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
  • હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જાઓ અને Order Aadhar PVC Card ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમને 12 ડિજિટનો આધાર નંબર અને Security કોડ નાંખવો પડશે.
  • હવે Send OTP ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારા મોબાઈલ નંબર પર જે OTP આવશે, તેને નાંખો અને Submit બટન પર ક્લિક કરો.
  • હવે તમારા ડિટેઈલ્સ ચેક કરવું પડશે. બધું યોગ્ય થાય ત્યારે Payment કરવું પડશે.
  • જો તમે UPI, નેટ બેકિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
  • પેમેન્ટ થયા પછી તમને સ્લિપ મળી જશે. કાર્ડ કેટલાંક દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો