ઘરે બેઠા કમાઓ દર મહીને 60 હજાર રૂપિયા, આ કંપની આપી રહી છે શાનદાર તક

મિત્રો ઓનલાઈન ના આ જમાનામાં આપણે બધા વિચારતા હોઈએ છીએ કે આપણે ઘરે બેઠા ઓનલાઈન કૈક ધંધો કરીને અથવા ગમે તે કરીને ઘરે બેઠા થોડું ઘણું કમાઈ શકીએ. પણ આપનો સવાલ ઈ જગ્યાએ અટકી રહે છે કે ઓનલાઈન માં આપણે પ્રથમ diposit ભરવી પડશે કે પેલા પૈસા આપવા પડશે અને આપણી સાથે છેતરપીંડી થવાની શક્યતા રહે છે.

પરંતુ હવે અમે તમારા માટે એવી સોનેરી તક લઈને આવ્યા છીએ કે જેમાં તમારા માટે એક એવો બિઝનસ જે તમે ઘરે બેઠા કરી શકો છો. આ બિઝનસ ધંધાનું નામ છે ATM ફ્રેચીઝી. હા! હવે તમે સ્ટેટ બેન્કના ATM ની ફ્રેન્ચાઇઝી લઇ ઘરે બેઠા 60 હજારથી વધુ પૈસા કમાઈ શકો છો. જાણો કઈ રીતે તમામ પ્રક્રિયા.

ઘરે બેઠા કમાઓ પૈસા

તમને જણાવી દઈએ કે એટીએમ લગાવનાર કંપનીઓ જુદી હોય છે. બેંક ક્યારેય પણ પોતે તેના એટીએમ લગાવતી નથી. બેંક તરફથથી કેટલીક કંપનીઓને એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે વિવિધ સ્થળોએ એટીએમ લગાવવાનું કામ કરે છે. ચાલો તમને જણાવીએ કે તમે એટીએમ ફ્રેન્ચાઇઝી લઈને કેવી રીતે સારી કમાણી કરી શકો છો.

SBI ATM ની ફ્રેન્ચાઇઝી લેવાની શરતો

 • તમારી પાસે 50-80 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ.
 • અન્ય એટીએમથી તેનું અંતર 100 મીટર હોવું જોઈએ.
 • આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર અને સારી વિઝિબિલિટીવાળી હોવી જોઈએ.
 • 24 કલાક પાવર સપ્લાય હોવું જોઈએ અથવા 1 કિલોવોટ વિજળી કનેક્શન હોવું જોઈએ.
 • આ એટીએમમાં લગભગ 300 ટ્રાન્ઝેક્શનની કેપેસિટી હોવી જોઈએ.
 • એટીએમની જગ્યાએ કોંક્રિટની છત હોવી જોઈએ.
 • વી-સેટ લગાવવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર જોઈએ.

આ ફ્રેન્ચાઇઝી લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

 • આઈડી પ્રૂફ – આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાર કાર્ડ
 • એડ્રેસ પ્રૂફ – રાશન કાર્ડ, વીજળી બિલ
 • બેંક ખાતું અને પાસબુક
 • ફોટોગ્રાફ, ઇ-મેલ આઈડી, ફોન નંબર
 • અન્ય દસ્તાવેજો
 • જીએસટી નંબર
 • નાણાકીય દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવી

કેટલીક કંપનીઓ એસબીઆઈ એટીએમની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે એટીએમ લગાવતી કંપનીઓ જુદી જુદી હોય છે. Tata Indicash, Muthoot ATM અને India One ATM ની પાસે એટીએમનો મુખ્યત્વે ભારતમાં એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ છે. આ માટે તમે આ તમામ કંપનીઓની વેબસાઇટ્સ પર ઓનલાઇન લગિન કરીને એટીએમ માટે અરજી કરી શકો છો.

કેટલું રોકાણ કરવું પડશે?

ટાટા ઈન્ડિકેશ આમાંથી સૌથી જૂની અને મોટી કંપની છે. તે 2 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઇઝી આપે છે જે રિફન્ડેબલ છે. આ સિવાય 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે કુલ રોકાણ 5 લાખ રૂપિયા છે.

આ ફ્રેન્ચાઇઝી વડે કેટલી કમાણી કરી શકાય

કમાણીની વાત કરીએ તો દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે. વાર્ષિક રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ 33-50 ટકા સુધી છે. ઉદાહરણ તરીકે જો તમારા એટીએમ દ્વારા રોજ 250 ટ્રાન્ઝેક્શન થાય છે, જેમાં 65 ટકા કેશ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન હોય તો મંથલી ઈન્કમ 45 હજાર રૂપિયા હોઈ શકે છે. જો રોજના 500 ટ્રાન્ઝેક્શન થાય તો ઈન્કમ 88-90 હજાર હોઈ શકે છે.

મહત્વપૂર્ણ લિંક

Tata IndicashClick Here
Muthoot ATMClick Here
India One ATMClick Here
HomePageClick Here

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]