Advertisements
નમસ્કાર વાચકમિત્રો, દુનિયામાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. જેનાથી પ્રદૂષણ ફેલાવવા નો ખતરો ખૂબ જ નહિવત થઇ જાય છે. તો આજે આપણે આવું જ Gujarat two wheeler scheme 2022 યોજના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
આજ નાં યુગ માં પ્રદૂષણ એક મોટો ચિંતા નો વિષય બની ગયો છે.અને પ્રદૂષણ ને રોકવા માટે વેજ્ઞાનિકો ખુબજ માંથી રહ્યા છે.એટલે જ તેઓ એ આ નવી ટેકનોલોજી થી Battary થી ચાલતી Electric Bike બનાવી છે.જેનાથી પ્રદૂષણ ખુબજ જ ઓછું ફેલાઈ છે.અને આને ધ્યાન માં રાખી ને જ ગુજરાત સરકાર નાં Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા Gujarat Two Wheeler Scheme 2022 નો અમલ કરવામાં આવેલ છે.જેનાથી વધુ ને વધું લોકો Electric Scooter ચલાવે અને વાતાવરણ માં પ્રદૂષણ ઓછું ફેલાઈ અને વાતાવરણ સ્વચ્છ રહે.
GEDA યોજના 2022:
આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ સહાય ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.
આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.એટલે કે સરકાર આવા વાહનો પર E bike subsidy in gujarat આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ નિયંત્રણ મા આવે.
GEDA યોજના 2022- હાઇલાઇટ્સ
યોજના નું નામ | Gujarat Two Wheeler Scheme 2022 |
સહાય | ધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ માટે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદવા માટે રુ.12,000/- ની સબસિડી સહાય. કોઈપણ વ્યક્તિ/સંસ્થા ને ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર ખરીદવા માટે રુ.48,000/- ની સબસિડી સહાય. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | વાહનો થી થતા પ્રદૂષણ ને નિયંત્રણ લાવવા માટે સહાય આપવામા આવે છે જેમાં થી વધુ ને વધું લોકો ઈલેક્ટ્રીક વાહન લઈ શકે. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 માં અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કોઈપણ વ્યક્તિ/સંસ્થા. |
અરજી નો પ્રકાર | ઓફલાઈન અને ઓનલાઈન |
અરજી ક્યાં કરવી ? | GEDA ની કચેરી પર જઈ ને અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકાઈ છે. |
ગુજરાત ઈલેકટ્રીક બાઈક સહાય યોજનાના લાભ
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 માં અભયસ કરતા અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઈલેક્ટ્રીક બાઈક ખરીદે તો રુ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને જો ઈલેક્ટ્રીક રિક્ષા કે ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર વાહન ખરીદવું હોઈ તો તેઓ ને રુ.48,000/- ની સબસીડી સહાય આપવામા આવે છે.
GEDA યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત રાજ્યમાં GEDA દ્વારા E bike અને E Rickshaw ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે.Electric bike sahay yojana માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ પાત્ર ગણવામાં આવશે.
- લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જરૂરી છે.
- Gujarat two wheeler scheme માટે લાભાર્થી ધોરણ 9 થી 12 અથવા કોલેજ માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
- Gujarat three wheeler scheme માટે લાભાર્થી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા હોવી જોઈએ.
GEDA યોજના લેવા માટેના આધાર પુરાવા
આ યોજનાનો જે લોકો લાભ લેવા માંગતા હોઈ તેવા વિદ્યાર્થીઓ અને કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા ને નીચે મુજબના આધાર પુરાવો રજૂ કરવા પડશે.
- લાભાર્થી વિદ્યાર્થી નું માર્કશીટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ.
- લાભાર્થી વિદ્યાર્થીની શાળા અને કોલેજમાં ફી ભર્યાની રસિદ.
- લાભાર્થી વિદ્યાર્થી નું આધારકાર્ડ.
- લાભાર્થી વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર.
- લાભાર્થી વિદ્યાર્થી નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ
- લાભાર્થી વ્યક્તિ હોઈ તો તેમનું આધારકાર્ડ અથવા સંસ્થા હોઈ તો તેમનું સંસ્થા નું પ્રમાણપત્ર.
- લાભાર્થી કોઈ વ્યક્તિ હોઈ તો તેનું Three wheeler driving licence.
- લાભાર્થીઓ વ્યક્તિ અથવા સંસ્થા નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ.
- લાભાર્થીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા.
- લાભાર્થી એ જો High Speed Battary Oparated Two Wheeler લેવું હોઈ તો તેઓ ને ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરવું પડશે.
GEDA યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના માટે જે લાભાર્થીઓને e bike ખરીદી હોય અથવા તો ઈલેક્ટ્રીક રીક્ષા ખરીદવી હોઈ તો તેવા તમામ લાભાર્થીઓને GEDA ની વેબસાઇટ પર જઇને અરજી પત્રક ડાઉનલોડ કરવાનું રહેશે અથવા તો ઉપર અમે અરજીપત્રક આપેલું છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.ઓફ લાઇન અરજી કરવાની સંપૂર્ણ વિગત નીચે દર્શાવેલ છે.
- સૌપ્રથમ અરજીપત્રકમાં માંગેલી તમામ માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે. અને માહિતી ભરાઈ ગયા બાદ તે અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- ત્યારબાદ ઉપર આપેલ લીંક માં જઈને ગાડીઓના ઉત્પાદક અને ગાડીના મોડલ ની પસંદગી કરવાની રહેશે,જ્યા એમ્પેનલ થયેલ કંપનીઓ પાસે જઇને અરજી પત્રક સંપૂર્ણ ભરેલું હોય તેમાં સહી સિક્કા કરાવવાના રહેશે.
- તે સંપૂર્ણ સહી-સિક્કા વાળો અને ડોક્યુમેન્ટ વાળુ અરજીપત્રક ગાડીઓના ડીલર્સ પાસે પણ જમા કરાવી શકો છો અથવા તો GEDA કચેરીએ જઇને પણ ત્યાં અરજી પત્રક જમા કરાવી શકો છો.
ઇ બાઇક સહાય યોજના ગુજરાત સંપર્ક કાર્યાલય
આ યોજનાની કોઈપણ માહિતી માટે આપ GEDA ની સરકારી કચેરી પર જઈ ને માહિતી મેળવી શકો છો.અથવા તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ જાણી શકો છો.
Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India
- Phone : +91-079-23257251, 23257253
- Fax : +91-079-23257255, 23247097
- Email : [email protected]
- For Common Inquiries : [email protected]
GEDA યોજના માટેની મહત્વપૂર્ણ લિંક
E Vehicle Scheme Website | Click Here |
HomePage | Click Here |