Advertisements
રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવને લઈને લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. સાથે જ સાર્વજનિક સ્થળો પર ગણેશની સ્થાપના કરવા પરવાનગી આપી છે.
- રાજ્ય સરકારનો ગણેશોત્સવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય
- ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણ દૂર કરી શ્રદ્વાળુઓને આપી ભેટ
- સાર્વજનિક સ્થાનો પણ ગણેશ સ્થાપના કરી શકાશે
- ગત વર્ષે કોવિડની સ્થિતિને લઇ લદાયા હતા નિયંત્રણ
લોકોની શ્રદ્વાને ધ્યાને રાખી લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોવિડની સ્થિતિને લઇ રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. જો કે, હાલ કોરોના પ્રકોપ ઓછો થતાં રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જો કે, મૂર્તિ બનાવવા અને વિસર્જન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સાથે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પણ પાલન કરવાનું રહેશે.