Advertisements

Free Silai Machine Yojana 2023 : સરકાર દ્વારા સ્વરોજગારી હેતુ મહિલાઓને આપવામાં આવશે ફ્રી સિલાઈ મશીન

Advertisements

|| PM Free Silai Machine Yojana 2023, Silai Machine Yojana Gujarat 2023 (ફ્રી સિલાઈ મશીન યોજના 2023, પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના, સિલાઈ મશીન યોજના ફોર્મ PDF online, માનવ ગરિમા યોજના સિલાઈ મશીન, સિલાઈ મશીન ની કિંમત, ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2023) || મફત સિલાઈ મશીન યોજના 2023 | Free Silai Machine Yojana Gujarat 2023 | Mafat Silai Machine yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Free Sewing Machine Scheme Gujarat Application 2023 આ માહિતીના માધ્યમથી મફત સિલાઈ મશીન યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,

ફ્રી સિલાઈ મશીન યોજના 2023

યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના (FSMY)
લાભાર્થીઓ દેશની ગરીબ અને મજૂર મહિલાઓ
યોજનાનો ઉદ્દેશ્યમહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને ઘરે રોજગાર માટે પ્રેરિત કરવા.
રાજ્યનું નામગુજરાત
સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in
ફ્રી સિલાઈ મશીન યોજના

ફ્રી સિલાઈ મશીન યોજના 2023 વિસ્તૃત માહિતી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 નો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારીની તકો અને આવક કમાવવાનું માધ્યમ પ્રદાન કરીને સશક્તિકરણ કરવાનો છે. આનાથી નાણાકીય સહાય માટે તેમની અન્યો પર નિર્ભરતા ઘટશે.પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના એ એક સરકારી કાર્યક્રમ છે જે આર્થિક રીતે વંચિત અને કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરે છે. આ મશીનથી તેઓ ઘરેથી કામ કરવાનું શરૂ કરી શકે છે. આ યોજના એવી મહિલાઓ માટે ખુલ્લી છે જેઓ ફરીથી કાર્યબળમાં પ્રવેશ કરવા માંગે છે. રાજ્ય દીઠ કુલ 50,000 મહિલાઓ આ કાર્યક્રમ માટે પાત્ર છે.આ યોજનાનો લાભ ગ્રામીણ અને શહેરી બંને મહિલાઓ મેળવી શકે છે. અરજી કરવા માટે, અરજદારે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, આવકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર આપવો આવશ્યક છે. જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય, તો તેઓએ સંબંધિત દસ્તાવેજો પણ આપવાના રહેશે.

ફ્રી સિલાઈ મશીન 2023 પાત્રતા

આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત:

  • દેશની મહિલાઓને પોતાની આજીવિજા માટે બીજા કોઈનો આધાર ન રાખવો પડે અને પોતે પોતાનો વ્યવસાય કરીને નિર્વાહ કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.
  • આ યોજના અંતર્ગત દેશના એવા ગરીબ વર્ગને તથા મજુરીયાત વર્ગને આ યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને જો આવું સિલાય મશીન મળે તો તેઓ પોતાના ઘરે રહીને સિલાઈ કામ કરી પોતાની રોજગારી મેળવી શકે છે, પોતે આત્મનિર્ભર બને અને સ્વમાનથી જીવી શકે છે.

મફત સિલાઈ મશીન મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

ફ્રી સિલાઈ મશીન યોજના 2023 આવક મર્યાદા

આ યોજના માટે મહિલા લાભાર્થીઓ ને ફ્રી માં સિલાઈ મશીન આપવામાં આવે છે. જેમાં તેઓએ અરજી સાથે ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ જોડવાના હોય છે અને જેમાં તેમને આવકનો દાખલો પણ છોડવાનો હોય છે જેના માટે મહિલા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 12,000/- હજાર રૂપિયા સુધીની જ હોવી જોઈએ એટલે કે 12,000/- રૂપિયાનો આવકનો દાખલો કઢાવવાનો રહેશે.

મફત સિલાઈ મશીન યોજના 2023 ઉદ્દેશ્ય :

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. PM Free Silai Machine Yojana 2023 આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

મફત સિલાઈ મશીન યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી

  • સૌપ્રથમ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.india.gov.in પર જાઓ.
  • ત્યાંથી મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અંહી છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  • આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  • માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  • ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

ફ્રી સિલાઈ મશીન યોજના 2023 ઉપયોગી લિંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

1 thought on “Free Silai Machine Yojana 2023 : સરકાર દ્વારા સ્વરોજગારી હેતુ મહિલાઓને આપવામાં આવશે ફ્રી સિલાઈ મશીન”

  1. Pingback: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2023/24 | મહિલાઓને સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર - Class 3 exam

Comments are closed.