ખેડૂતો આનંદો : 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 સહાય સરકારે કરી જાહેરાત

મોદી સરકારે ખેડૂતોને એક મોટી રાહત આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ બેઠકમાં 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5 ટકા છૂટને મંજૂરી આપવામાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, 2022-23 થી 2024-25 ની વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

વ્યાજ સહાય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તમામ નાણાંકીય સંસ્થાઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5% વ્યાજ સહાયને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આમ, નાણાંકીય વર્ષ 2022-23થી 2024-25 માટે ધિરાણ સંસ્થાઓ (જાહેર ક્ષેત્રની બૅન્કો, ખાનગી ક્ષેત્રની બૅન્ક, સ્મોલ ફાઇનાન્સ બૅન્કો, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો, સહકારી બૅન્કો અને સીધી રીતે વાણિજ્યિક બૅન્કો સાથે જોડાયેલ કોમ્પ્યુટરાઈઝ્ડ PACS)ને ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન આપવા માટે 1.5% વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે.

સબવેન્શન સ્કીમ

સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. ઘણા ખેડૂતો આ લોન સમયસર ભરપાઈ કરે છે અને જ્યારે ઘણા ખેડૂતો કોઈ કારણોસર સમયસર લોન ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં, જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે, તેઓને જ વ્યાજ સબવેન્શન સ્કીમ નો લાભ મળશે.

યોજનાનો લાભ

વ્યાજ સહાયમાં વધારો કૃષિ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહનું ટકાઉપણું સુનિશ્ચિત કરશે તેમજ ગ્રામીણ અર્થતંત્રમાં પૂરતું કૃષિ ધિરાણ સુનિશ્ચિત કરીને ધિરાણ સંસ્થાઓ ખાસ કરીને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોનું નાણાકીય સ્વાસ્થ્ય અને સદ્ધરતા સુનિશ્ચિત કરશે.બૅન્કો ભંડોળના ખર્ચમાં વધારાને શોષી શકશે અને ટૂંકા ગાળાની કૃષિ જરૂરિયાતો માટે ખેડૂતોને લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુ ખેડૂતોને કૃષિ ધિરાણનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે. તેનાથી રોજગારીનું સર્જન પણ થશે, કારણ કે પશુપાલન, ડેરી, મરઘાં ઉછેર, મત્સ્યપાલન સહિતની તમામ પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પ્રદાન કરવામાં આવે છે.
ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરતી વખતે વાર્ષિક 4 ટકાના વ્યાજદરે ટૂંકા ગાળાની કૃષિ ધિરાણ મેળવવાનું ચાલુ રાખશે.

હવે ઘરે બેઠા આધારકાર્ડ માં સરનામું બદલાવો તમારા મોબાઈલમાં

ઓછા વ્યાજદર ની લોન પણ મળશે

તાજેતરમાં કેન્‍દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ઓછા વ્યાજ દર સાથે લોન આપે છે. દેશના જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી, તેઓ નજીકની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવે છે તો તેમને માત્ર 4% ના વ્યાજ દર સાથે રૂપિયા ત્રણ (3) લાખ રૂપિયા સુધીની લોન મળે છે. દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવીને સમૃદ્ધ ખેતી કરી શકે છે.

સતાવાર જાહેરાત

કૃષિ લોન પર વ્યાજ સહાય
કૃષિ લોન પર વ્યાજ સહાય