Advertisements

ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સહાય યોજના 2022 : ખેડૂતોને કમલમ ની ખેતી કરવા માટે મળશે સહાય

Advertisements

ગુજરાત રાજ્ય વિવિધ ફળો અને શાકભાજીના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ યોજનાઓ અમલી બનાવતી હોય છે. તાજેતરમ કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરેલ છે. જેમાં આ ફળનું વાવેતર કરતાં ખેડૂતોન્સ સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ કેટલી સહાય આપવામાં આવશે.

ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના

તાજેતરમાં ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતાં કિસાનો માટે નવી જાહેરાત કરેલી છે. રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂપિયા 1000 લાખ તેમજ કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલચર હેઠળ ખેડૂતોને રૂપિયા 650 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.

ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના – હાઇલાઇટ્સ

યોજનાનું નામડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના
કોના હેઠળગુજરાત સરકાર
મળવાપાત્ર લાભખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 3 લાખ અને 4.50 લાખ સુધીની સહાય
લાભાર્થીગુજરાતના તમામ એવા ખેડૂતો જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હોય
સહાય મેળવવા માટેની સાઈટhttps://ikhedut.gujarat.gov.in/

ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજનાઓ હેતુ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડ્રેગનફ્રૂટના વાવતેરમાં જે સહાય જાહેર કરવામાં આવેલ છે, જેનાથી ઘણા બધા ખેડૂતોને મોટો ફાયદો થશે. ડ્રેગનફ્રૂટમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જેથી તેનું વાવેતર વિસ્તાર વધે તે ખૂબ જરૂરી હતું, આ બાબાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈને ગુજરાતના ખેડૂતોને સીધી સહાય જાહેર કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય

ગુજરાતમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર કરાતા ખેડૂતો નીચે મુજબની સહાય મળશે :

ખેડૂતોની વિગતોસહાયની રકમ
સામાન્ય જાતિના ખેડૂતોએક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ વધુમાં વધુ 3 લાખ સુધી સહાય મળશે.
અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના ખેડૂતોનેએક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય આપવામાં આવશે.  

કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ હેઠળ ખેડૂતોને 650 લાખની સહાય

આ ડેવલપમેન્ટ વિભાગ હેઠળ ફળઝાડના વાવેતરમાં, પિયતના સાધનોમાં સહાય, અળસિયાનું ખાતર વગેરેમાં ખેડૂતોને સહાય કરે છે. અલગ અલગ ઘટકો માટે કુલ રૂપિયા 650 લાખનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

ખેડૂતોને આ નિર્ણયથી શું ફાયદો થશે?

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડ્રેગનફ્રૂટના વાવતેરમાં જે સહાય જાહેર કરવામાં આવેલ છે, જેનાથી ઘણા બધા ખેડૂતોને મોટો ફાયદો થશે. ડ્રેગનફ્રૂટમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જેથી તેનું વાવેતર વિસ્તાર વધે તે ખૂબ જરૂરી હતું, આ બાબાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈને ગુજરાતના ખેડૂતોને સીધી સહાય જાહેર કરવામાં આવેલ છે.

કમલમ ફળના વાવેતરની સહાય મેળવવા માટે ક્યાં અરજી કરવી.

ગુજરાતમાં કમલમ ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને સહાય મેળવાવા માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ DBT મારફતે એમના બેંક ખાતામાં જ સહાય ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર પોર્ટલClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *