Ayushman Card Download Gujarat : જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના નું કાર્ડ બનાવેલું છે પરંતુ એ કોઈ કારણોસર ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ આર્ટિકલ તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન (Ayushman Card Download) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવશે.
આયુષ્માન ભારત યોજના નું કાર્ડ
આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.
આયુષ્માન ભારત યોજના માહિતી
યોજના નું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY |
લાભાર્થી | ભારતીય નાગરિક |
યોજનાનો ઉદ્દેશ | જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો |
હેલ્પલાઇન નંબર | 14555/1800111565 |
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
આયુષ્માન ભારત યોજના માં ૨૦૧૧ ની વસ્તી ગણતરી માં જે પણ ગરીબ લોકો અથવા આર્થિક રીતે પછાત વર્ગો નું આયુષ્માન ભારત યોજના નું લીસ્ટ જારી કરવામાં આવ્યું છે, જે લોકો નું નામ એ લીસ્ટ માં હશે તે લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આયુષ્માન ભારત કાર્ડ કઢાવી શકે છે અને બનાવેલું હોઈ તો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો.પહેલા તમે ચેક કરી લો કે આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ જો તેમાં નામ હશે તો તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. અને તમે તે નંબર થી આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. (Ayushman Card Download Gujarat)
સોલાર રૂફટોપ યોજના 2023 | લાઈટબીલ ની જંજટ માંથી મેળવો છુટકારો જાણો સરકારની આ યોજના વિશે
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ
- આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા https://bis.pmjay.gov.in/BIS/selfprintCard પોર્ટલ ઓપન કરો.
- ત્યાર બાદ તમને આધાર કાર્ડનો ઓપ્શન જોવા મળશે
- હવે તેના પર ક્લિક કરો. હવે Scheme ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. જ્યાં PMJAY સિલેક્ટ કરીને તેમાં તમારૂ રાજ્ય પસંદ કરો.
- ત્યાર બાદ તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરો.
- જનરેટ ઓટીપી પર ક્લિક કરતા જ તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે.
- હવે આ ઓટીપી દાખલ કરો.
- ઓટીપી દાખલ કર્યા બાદ તમે વેરિફાઇ બટન પર ક્લિક કરો.
- વેરિફાઇ નંબર પર ક્લિક કરતા જ તમારૂ આયુષ્માન કાર્ડ ડિસ્પ્લે થશે.
- ત્યાંથી તમે ઇચ્છો તો તમારા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.
- ડાઉનલોડ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખી શકો છો. જ્યારે પણ તમારી તબીબી સારવારની જરૂરિયાત પડે ત્યાં આયુષ્માન કાર્ડની પ્રિન્ટ આઉટનો ઉપયોગ કરી શકો છો.
ઉપયોગી લિન્ક
સતાવાર સાઇટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
Pingback: CRPF માં ફરી એકવાર 10 પાસ માટે આવી ભરતી, રૂપિયા 21,700 સુધી મળશે દર મહિને પગાર - Class 3 exam