Advertisements

દરિયામાં સીસ્ટમ થઇ સક્રિય, આવતીકાલ થી વરસાદનું જોર ઘટશે

Advertisements

હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ સાથે 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવાયું છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ એક દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

સિસ્ટમ સક્રિય છે તેનાથી ગુજરાતમાં અસર?

હવામન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત ચૂકી છે. જોકે આ ડિપ્રેશનની અસર ગુજરાત રાજ્ય નહિ જોવા મળે. બીજી તરફ આગામી 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી મોટી આગાહી કરી છે આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. 16 જુલાઈ થી ગુજરાતમાં વરસાદનું ચોર ઘટશે. અને 22 જુલાઈ થી ફરી રાજ્યમાં વરસાદ શરૂ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાથે 24 થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પોન ફુગાવાની પણ આગાહી કરી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતભારે વરસાદ: અંબાલાલ

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે. તો સાથે 22 જુલાઈ થી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે 24 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

20 જુલાઈ પછીનો વરસાદ ખેડતો માટે ફાયદાકારક: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જો 20 જુલાઈ વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. રાજ્યમાં સતત વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થતું હોય છે. આ તરફ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *