Advertisements

દક્ષીણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : વરસાદને લઈને લોકોમાં સર્જાઈ ભારે તારાજી

Advertisements

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં અનરાધાર નોન સ્ટોપ વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 2 દિવસથી દક્ષીણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન તો થયા છે પરંતુ એટલા મહેરબાન થયા છે કે સુરત, નવસારી, વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2022

વરસાદના પગલે સુરતની વાત કરીએ તો સુરતના ઉમરપાડા, કતારગામ, તેમજ અન્ય ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને બીજી તરફ હાલ તાજેતરમાં જ સુરતના માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફલો થયો છે. જીલ્લાના ઉમરપાડા અને માંડવી તાલુકામાં છેલ્લા 24 કલાકની અંદર થયેલા ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે જેને પગલે આમલી ડેમ તેની કુલ સપાટી 15.80 મીટરથી ઉપર વટાવી ઓવરફલો થયો છે.

નવસારી ફેરવાયું દરિયાના રૂપમાં

રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે.ત્યારે નવસારીમાં પણ છેલ્લા એક સપ્તાહથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નવસારી શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.દાબુ હોસ્પિટલની પાછળના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.જ્યારે અવિરત વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર આવતા પાણી ઘરોમાં ઘુસ્યા છે.વર્ષોની સમસ્યાથી લોકોને દર વર્ષે અનેક નુકસાન થાય છે.લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જતાં લોકોને ભારે નુકસાન થયું છે.

પૂર્ણા નદી બની ગાંડીતૂર, નવસારીમાં ભરાયા પાણી

પાણી ભરાતા લોકો અગાસી પર દેખાયા

નવસારીમાં વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ રહી છે. ધોધમાર વરસાદના કારણે નવસારી બેટના રૂપમાં ફેરવાઈ રહ્યું છે. આ પગલે નવસારીના કેટલાક અવકાશી દ્રશ્યો પણ જોવા મળી આવ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો પોતાન જીવ બચાવવા ઘરોની અગાસી પર ચડવા મજબુર થયા છે.

આ પણ વાંચો : ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત જગ્યાએ કરાયા સ્થળાંતરિત

ઔરંગા નદી બની ગાંડીતૂર

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં આવ્યું ઘોડાપુર, હાલ ઔરંગા નદી બંને કાંઠે ભરપૂર વહી રહી છે. જયારે ઔરંગા નદીના કિનારે આવેલ વલસાડ શહેર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. વલસાડના અનેક વિસ્તારો જેવા કે કૈલાસ રોડ, હનુમાન મંદિર, મોગરાવાડી વગેરે વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે તો કેટલીક બિલ્ડીંગના બેસ મેન્ટ ના પાર્કિંગમાં પડેલા વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

ઔરંગા નદી વલસાડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *