Advertisements
I Khedut Tadpatri Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ના હિત માટે અવારનવાર નવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, અને આ યોજનાઓ ની સીધી સહાય ખેડૂતો ને મળે તે માટે સરકાર દ્વારા Ikhedut Portal શરૂ કરવામાં આવ્યું છે. આ Ikhedut Portal ના માધ્યમ થકી ખેડૂત સરકાર દ્વારા નવી યોજના યોજનાઓ માં ઓનલાઈન ઘરે બેઠા આવેદન કરી શકે છે અને સહાય મેળવી શ`કે છે, આજના આ આર્ટીકલ માં Ikhedut Portal ની Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat વિષે સંપૂર્ણ જાણકારી મેળવીશું.
તાડપત્રી સહાય યોજના
રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસ માટે હંમેશાં આગળ રહેશે. તેથી જ ખેડૂતો માટેની યોજનાઓ અમલમાં મૂકે છે. Agriculture Corporation Department દ્વારા સરકાર ની Official Website પર જઈ ને અરજી કરી શકાય છે.
આ સહાય માં ગુજરાત રાજ્ય નાં ખેડૂતો તેમના ખેતી કામ માં અલગ અલગ પ્રકારે કામ આવે તે તેવી તાડપત્રી સહાય આપવામાં આવે છે.જે લોકલ બજાર માં ખરીદવા જાવ તો તેની કિંમત ઘણી વધારે હોઈ છે પરંતુ આ સહાય થી આપને એકદમ ઓછી કિંમતે ખેડૂતો ને તાડપત્રી દેવામાં આવશે.
તાડપત્રી સહાય યોજના- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | તાડપત્રી સહાય યોજના |
સહાય | કુલ ખર્ચ નાં 50% જનરલ વર્ગ માટે અને કુલ ખર્ચ નાં 75% અનામત વર્ગ માટે.અથવા રૂ. 1,250/- જનરલ વર્ગ માટે અને અનામત વર્ગ માટે બંને માંથી જે ઓછું હોઈ તે.તાડપત્રીની ખરીદી પાર મળશે 1,875/- રૂપિયાની સબસીડી |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્ય નાં નાના ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસિડી મળવાથી તેઓ તેમની ખેતીવાડી માં ઘણા કામ કરી શકે તે હેતુ થી. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં તમામ નાના અને સીમાંત ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
તાડપત્રી સહાય યોજનાની પાત્રતા
રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય યોજન માટે નીચે મુજબ ની પાત્રતા નકકી કરેલ છે:
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- અરજી કરનાર ખેડૂત નાનો,સીમાંત અને નબળી આર્થીક પરીશ્થીતી ધરાવતો હોવો જોઈએ
- અરજી કરનાર પાસે પોતાની માલિકી ની જમીન હોવી જોઈએ
- આ યોજનાનો લાભ ત્રણ વાર મળવા પાત્ર છે
- આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ I Khedut Portal ઓનલાઈન અરજી કરવાની રહશે
- ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાળપત્રી મળવાપાત્ર રહશે.
યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ
ગુજરાત સરકાર દ્વારા ગરીબ ખેડૂત ભાઈઓ માટે શરૂ કરવામાં આવેલી I Khedut Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat અંતર્ગત ખેડૂત ને તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે, જેમાં અનામત જ્ઞાતિના ખેડૂત ને તાડપત્રી નીખરીદ કિમત ના 75% અથવા 1875 રૂપિયા બંને માથે જે ઓછા હોય તે અને બીજી જ્ઞાતિ ના ખેડૂતઓ ને તાડપત્રી ની ખરીદ કિમત ના 50% કે 1250 રૂપિયાની સહાય આપવામાં આવશે.
યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
- આધારકાર્ડ ની ઝેરોક્ષ
- I khedut portal
- રેસનકાર્ડ ની ઝેરોક્ષ
- અનુસુચિતજાતી અને અનુસુચિત જન જાતિનું સર્ટીફીકેટ
- જમીન ના 7/૧૨ અને ૮-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસેદારના સામંતીપત્રક
- જો આત્માનું રાજીસ્ત્રેસન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળી અને દૂધ ઉદ્પાદક મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક ખાતા ની પાસબૂક ની ઝેરોક્ષ
તાડપત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કેવી?
તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
- ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
- અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
- “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (11) ક્રમે “તાળપત્રી સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.
મહત્વપૂર્ણ તારીખ
સત્તાવાર પોર્ટલ | Click Here |
HomePage | Click Here |