ચોમાસાની રમણીય ઋતુમાં પાવાગઢનો અદ્ભુત નજરો જોઈ થઇ જશો આશ્ચર્ય ચકિત

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કે પછી મધ્ય ગુજરાત. વરસાદી માહોલને કારણે ક્યાંક તારાજી તો ક્યાંક નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ત્યારે વાત કરીએ પાવાગઢની તો અહીં ચોમાસામાં કુદરત જાણે અહીં જ આવીને વસી ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. દ્રશ્યો જોઇને બે ઘડી ખુશ થઇ જવાય કે વાહ રે, કુદરત તારી લીલા…

પાવાગઢનો વરસાદ પછીનો અદ્ભુત નજારો

પાવાગઢમાં મહાકાળી માના દર્શને જતા હોવ તો રસ્તામાં તમને પ્રકૃતિના પણ દર્શન થઇ જશે. કારણ કે હાલ પાવાગઢનો નજારો જ કંઇક અલગ જોવા મળી રહ્યો છે. નજર પહોંચે ત્યાં માત્રને માત્ર લીલોતરી જોવા મળી રહી છે. વરસાદી માહોલમાં પ્રકૃતિને પણ મોજ પડી ગઇ હોય તેમ વનરાજી ખીલી ઉઠી છે. જાણે કે પાવાગઢે લીલી ચાદર ઓઢી ન લીધી હોય. સાક્ષાત પ્રકૃતિ પાવાગઢની ગોદમાં આવીને બેઠી હોય તેવા અદભૂત અને નયન રમ્ય નજારો હાલમાં જોવા મળી રહ્યોછે.

પાવાગઢ પર્વત પરથી નિહાળો ચોમાસામાં ખીલેલી વનરાજી નો આનંદ

ચોમેર જોવા મળી લીલોતરી, પ્રવાસીઓ ઉમટી પડ્યા

  • પાવાગઢમાં કુદરતની મહેર
  • ચોમેર જોવા મળી લોલોતરી
  • કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નજારો

તો આટલુ સુંદર અને પાવનતીર્થ સ્થાન હોય તો પ્રવાસીઓ અહીં આવ્યા વિના રહે શાના ? પ્રવાસીઓ પણ આવા નજારાને જોઇને પોતાનું વાહન સાઇડમાં ઉભુ કરીને આ અફાટ સુંદરતાને જોવામાં વ્યસ્ત બની જાય છે. કુદરતી સૌંદર્યને પોતાના મોબાઇલમાં કંડારતા થાકતા નથી. વરસાદી માહોલ અને લીલોતરી વચ્ચે વળી વાદળોની સંતાકૂકડી, જાણે આપણી સામેથી જ વાદળ પસાર થઇ રહ્યુ છે તેવુ લાગે. આમ વાદળો પણ પર્વતની પ્રદક્ષિણા કરી રહ્યા છે તે કહેવુ કંઇ ખોટુ નહી.

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]