Advertisements

બેન્ક માં નોકરીની તક,સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 5000 પર આવી ભરતી ગુજરાતમાં પણ છે જગ્યાઓ

Advertisements

Central Bank of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની 5000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ આ અધિકૃત વેબસાઇટ – Centralbankofindia.co.in પર જઈને આ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માહિતી

સંસ્થાનું નામ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.centralbankofindia.co.in/

પગાર ધોરણ

આ સિવાય જણાવી દઈએ કે ઉમેદવારોની એપ્રેન્ટિસશિપ એક વર્ષની હશે. એપ્રેન્ટિસશીપ દરમિયાન, ઉમેદવારોને રૂ. 10,000 થી રૂ. 15,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઉમેદવારોને ગ્રામીણ સેમી અર્બન બ્રાન્ચમાં રૂ. 10,000, અર્બન બ્રાન્ચમાં રૂ. 12,000 અને મેટ્રો સિટીમાં રૂ. 15,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળશે.

શૈક્ષણિક યોગ્યતા

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ. જ્યાં સુધી વય મર્યાદા વાત છે તો 20 થી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો તેમના માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માટે લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉંમરની ગણતરી 31 માર્ચ 2023ને આધાર તરીકે ધ્યાનમાં લઈને કરવામાં આવશે. આ સિવાય OBC, EWS, SC, ST અને અનામત વર્ગોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી ફી

  • સામાન્ય શ્રેણીના ઉમેદવારો – રૂ. 800
  • એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો – રૂ. 600
  • દિવ્યાંગ – રૂ 400

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ www.centralbankofindia.co.in પર જાવ.
  • હવે હોમ પેજ પર ‘New Registration પર ક્લિક કરો.
  • હવે તમારું રજિસ્ટ્રેશન Id અને પાસવર્ડ બનાવો. જે અરજી કરવા માટે જરૂરી છે.
  • હવે તમારું ID અને પાસવર્ડ બની જાય પછી તેની મદદથી લોગ ઈન કરો.
  • લોગ ઈન કરતા ઓછી તમે ફોર્મ જોઈ શકો છો. આ ફોર્મ કાળજીપૂર્વક ભરો.
  • બધી વિગતો કાળજીપૂર્વક ભર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારા ફોર્મ ને સબમિટ કરો.
  • હવે તમારા ફોર્મની પ્રિન્ટ લઈ લો.

અગત્યની તારીખ

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો