Budget 2023 : જુઓ 2023 માં કઈ વસ્તુ થશે મોઘી અને કઈ વસ્તુ આપશે ખિસ્સાને રાહત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર કરેલા બજેટમાં ઇન્કમટૅક્સમાં છૂટ આપવામાં આવી છે, જે અંતર્ગત સાત લાખ સુધીની આવકની ઉપર ટૅક્સ નહીં લાગે.ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે વેપારી પ્રવૃત્તિઓને અને સુરતના હીરાઉદ્યોગમાં પ્રોત્સાહન મળે તે માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.

Budget 2023

બજેટનું મુખ્ય આકર્ષણ ઇન્કમટેક્સમાં મુક્તિની જાહેરાત હતી. નાણાપ્રધાને કહ્યું કે નવા કર પ્રણાલી હેઠળ હવે 7 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. તે જ સમયે, નાણામંત્રીએ અત્યાર સુધીનું સૌથી મોટું “રેલ બજેટ” રજૂ કર્યું છે. જાણો નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણના મુખ્ય મુદ્દાઓ

અમૃતકાળનું ‘પ્રથમ બજેટ’

દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ જાહેર થયું છે. સરકારે આ બજેટને લોભામણું અને હિતકારી ગણાવ્યું છે. 7 લાખના ટેક્સ મામલે અનેક ગૂચવાડા છતાં નોકરિયાત વર્ગ ખુશ છે. નિર્મલા સીતારામને તેમના બજેટમાં ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફારથી મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો કરી પણ વાસ્તવમાં ધનિકોને સૌથી વધારે ફાયદો થશે. બજેટમાં મહત્તમ ટેક્સ ૪૨.૭૪ ટકાથી ઘટાડીને ૩૯ ટકા થયો છે. આ ટેક્સ સ્લેબમાં અત્યંત ધનિકો જ આવે છે તેથી સૌથી વધારે ફાયદો તેમને થશે. ટેક્સમાં સીધો ચાર ટકાની આસપાસ ઘટાડો થતાં ધનિકોને બખ્ખાં થઈ જશે. આ ફેરફારના કારણે ૨૫ કરોડની આવક હોય તેને ઈન્કમટેક્સમાં લગભગ એક કરોડ રૂપિયાનો સીધો ફાયદો થઈ જશે. આર્થિક વિશ્લેષકોના મતે, આ ફેરફાર સાથે મોદી સરકારે ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન સહિતના ધનિકોને ફાયદો કરાવવાની પરંપરા જાળવી છે. આ પહેલાંનાં બજેટમાં કોર્પોરેટ ટેક્સના દરોમાં તોતિંગ ઘટાડો કરીને ધનિકોને ફાયદો કરાવાયો હતો.

નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં સિગારેટ પર ટેક્સ વધારવાની જાહેરાત

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં સિગારેટ પર ટેક્સ વધારવાની જાહેરાત કર્યા બાદ ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા અને ITC લિમિટેડ સહિત અન્ય સિગારેટ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. NCCD એક સરચાર્જ છે. સિગારેટ જેવા તમાકુના ઉત્પાદનો પર GST, આબકારી જકાત તેમજ NCCD લાગે છે. તમાકુ નિયંત્રણ પર વિશ્વ આરોગ્ય સંસ્થાના ફ્રેમવર્ક કન્વેન્શન પર હસ્તાક્ષર કરનારા 182 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે, જે તમામ તમાકુ ઉત્પાદનોની

ટેક્સ માં કરવામાં આવેલ ફેરફારો

સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ ઇન્કમટેક્સના સ્લેબમાં પણ ફેરફાર કર્યા છે. પર્સનલ ઇન્કમટેક્સના નવા કર દર હવે 0-3 લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે શૂન્ય, 3 થી 6 લાખ રૂપિયા માટે 5%, રૂપિયા 6 થી 9 લાખ માટે 10%, રૂપિયા 9 થી 12 લાખ માટે 15%, રૂપિયા 12 થી 15. લાખ 20% અને 15 લાખથી વધુ 30% હશે.

7 લાખ સુધીની આવક પર ઝીરો ઇન્કમટેક્સ

નાણામંત્રીએ બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપી છે. વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ હવે કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. જો કે, આ સુવિધા માત્ર નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારા કરદાતાઓને જ મળશે. જૂની કર વ્યવસ્થા હેઠળ, કર મુક્તિ મર્યાદા હજુ પણ રૂ. 5 લાખ છે.

પાનકાર્ડ બનશે રાષ્ટ્રીય ઓળખપત્ર

નિર્મલા સીતારમણ
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખ તરીકે ચાલશે, બજેટમાં ઈલેક્ટ્રીક વાહનો, ઓટો મોબાઈલ, રમકડા, દેશી મોબાઈલ સસ્તા થશે. જ્યારે ચીમની, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરાના લેન્સ, સિગારેટ, સોના-ચાંદી, પ્લેટિનમ મોંઘા થશે.

નાના ખેડૂતોને થશે ફાયદો થશે

વર્ષ 2023-2024 ના સામાન્ય બજેટમાં ‘શ્રી અન્ન’ના ઉત્પાદક ખેડૂતો માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓથી નાના ખેડૂતોને મોટો લાભ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ગુજરાતના ડાંગ જિલ્લા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં નાના ખેડૂતો જાડા ધાન(મિલેટ્સ)-‘શ્રી અન્ન’ની ખેતી કરે છે. અંદાજપત્રની જોગવાઈઓથી મિલેટ્સની ખેતી કરતા ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન મળશે. નાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સાહિત થશે. એટલું જ નહીં, ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક કૃષિથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે