ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર ચાલુ કરવામાં આવેલી બાગાયતી વિભાગની યોજનાઓની યાદીની માહિતી આપીશું.
રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત 2022 ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 60 થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 જુલાઈ સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.
બાગાયતી યોજના ગુજરાત – હાઇલાઇટ્સ
આર્ટિકલનું નામ
બાગાયતી યોજનાઓની યાદી 2022
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય
બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર
Online
અધિકૃત વેબસાઈટ
https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ
31 જુલાઈ 2022
બાગાયતી યોજનાઓનું લિસ્ટ
ક્રમ
ઘટકનું નામ
1
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2
અનાનસ (ટીસ્યુ)
3
અન્ય સુગંધિત પાકો
4
ઉત્પાદન એકમ
5
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
6
કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
7
કંદ ફૂલો
8
કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
9
કેળ (ટીસ્યુ)
10
કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
11
કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
12
કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે
13
કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
14
કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
15
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
ક્રમ
બાગાયતી યોજનાનું નામ
16
ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
17
છુટા ફૂલો
18
જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
19
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
20
ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
21
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
Krushi Sahay Yojana Gujarat 2022 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.
ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online Arji કરવાની હોય છે.
બાગાયતી યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. બાગાયતી વિભાગની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
ખેડૂતની જમીનની નકલ 7-12
એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
રેશનકાર્ડની નકલ (Ration Card)
ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
મોબાઈલ નંબર
બેંક ખાતાની પાસબુક
યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી?
બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.