Advertisements

હવે મેળવો તમારા જીલ્લાની નોકરીની માહિતી અનુબંધમ પોર્ટલ ઉપર

Advertisements

અનુબંધમ રોજગાર પોર્ટલ ગુજરાત ૨૦૨૨ : ગુજરાત સરકાર નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને અવનવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી જ રહેતી હોય છે. આપણું યુવાધન જ દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઘણા બધા વિભાગ અને જિલ્લા કક્ષાએ કચેરીઓ કાર્યરત છે. રાજ્યમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે તે માટે ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham Mobile App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

અનુબંધમ રોજગાર પોર્ટલ ગુજરાત ૨૦૨૨

અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : ભારત સરકાર અને ગજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમુદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરી કાર્યરત છે.

અનુબંધમ રોજગાર પોર્ટલથી થતા લાભ

અનુબંધમ રોજગાર પોર્ટલથી થતા લાભની તમામ માહિતી નીચે દર્શાવેલી છે.

  • નોકરી મેળવવા માંગતા યુવાનોને ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • આ પોર્ટલ પર ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ રજીસ્ટ્રેશન થશે, જેથી કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • Anubandham Portal મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • નોકરીદાતાને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  • નોકરી આપનાર નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

પાત્રતા

અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અનુબંધમ રોજગાર પોર્ટલ મોબાઈલ એપ્લીકેશન

  • Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
  • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
  • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
  • જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
  • Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.
અનુબંધમ લોગીન પેજ અહી ક્લિક કરો
અનુબંધમ મોબાઈલ એપ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *