અંબાલાલ પટેલની નવી આગાહી : આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે કડાકા ભડાકા સાથે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બાકીના જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે પોરબંદર, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોમાં ભારે તો મધ્યમ વરસાદ પણ પડી શકે છે.

15-16 જુલાઈ ગુજરાત માટે ભારે

15 તારીખે પણ છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી અને ડાંગમાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી અને વલસાડમાં અરંજ અલગ જાહેર કરવામાં આવ્યું છે

આ જીલ્લામાં પડશે ભારે વરસાદ

16 તારીખના રોજ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બ્રેક લઈ લેશે. કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ નવસારી અને વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની તાજી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી મોટી આગાહી કરી છે આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. 16 જુલાઈ થી ગુજરાતમાં વરસાદનું ચોર ઘટશે. અને 22 જુલાઈ થી ફરી રાજ્યમાં વરસાદ શરૂ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાથે 24 થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પોન ફુગાવાની પણ આગાહી કરી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર 2 દિવસ ખતરો

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે. તો સાથે 22 જુલાઈ થી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે 24 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]