Advertisements
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-9થી 12 પાસ અને ગ્રેજ્યુએટ નોકરી વાંછુક યુવાનો માટે વધુ એક તક ખુલી છે. જેમાં 20 જેટલી અલગ-અલગ સેક્ટરની કંપનીઓ ઉપસ્થિત રહેશે અને 1000 ઉમેદવારોને નોકરીની તક મળી શકે છે. આ ભરતી મેળો ચાલુ અઠવાડિયામાં જ યોજાઈ રહ્યો છે.રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 માહિતી
પોસ્ટનું ટાઇટલ | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 |
ભરતી મેળો તારીખ | 10/03/2023 |
સંસ્થા | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર |
કુલ જગ્યાઓ | 1000+ |
સત્તાવાર વેબ સાઇટ | https://anubandham.gujarat.gov.in |
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરતી મેળો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે નોકરીની શોધમાં હોવ તો આ ભરતી મેળામાં અચૂક હાજર રહેજો. આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લાની અલગ-અલગ સેક્ટર સાથે સંકળાયેલી અગ્રણી કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે. ભરતી મેળામાં મલ્ટી નેશનલ કંપનીઓ પણ નોકરીઓ લઈને હાજર રહેશે. ભરતી પ્રક્રિયા અંગે મહત્વની વિગતો નીચે પ્રમાણે રહેશે.
ભાગ લેવા જરૂરી શૈક્ષણિક લાયકાત
- SSC ની નીચે
- એસ.એસ.સી
- એચ.એસ.સી
- આઈ.ટી.આઈ
- ડિપ્લોમા
- એન્જિનિયરિંગ
- સ્નાતક
- માસ્ટર ડિગ્રી
- વધુ વિગત માટે અધિકૃત જાહેરાત વાંચો.
ઉમેદવારે સાથે રાખવા ના જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અમદાવાદ રોજગાર ભરતી મેળાનું સ્થળ અને સમય
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023નું આયોજન આઈટીઆઈ રાણીપ, આઈઓસી પેટ્રોલ પંપની સામે, ન્યુ રાણીપ ચેનપુર રોડ, ચેનપુર, અમદાવાદ ખાતે તારીખ 10-03-2023ને સમય 10:30 કલાકે કરવામાં આવ્યું છે.
ઇચ્છુક ઉમેદવારે રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ, ગુજરાત રોજગાર કચેરીના anubandham.gujarat.gov.in પોર્ટલ પર જાઓ.
- ત્યાં તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે, નીચે લોગિન પર ક્લિક કર્યા પછી તમને “Don’t have an account? અહીં નોંધણી કરો” વિકલ્પ અને તમારે તેને પસંદ કરવાનું રહેશે.
- તે પછી, ગુજરાત રોજગાર ભારતી મેલો માટેની નોંધણી સ્ક્રીન તમારી સામે દેખાશે, જેમાં તમારે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- નોકરી શોધનાર એટલે કે જે નોકરી ઇચ્છે છે
- જોબ પ્રોવાઈડર/કર્મચારી જે નોકરી ઓફર કરવાની છે
- કાઉન્સેલર એ છે જે ઉપરોક્ત બે વ્યક્તિઓ વચ્ચે માહિતીનો સેતુ બાંધે છે
- તે પછી, તમારે તમારો ફોન નંબર અથવા તમારું ઇમેઇલ આઈડી દાખલ કરવું પડશે અને નોંધણી ફોર્મ ભરવું પડશે.
- નોંધણી પછી, તમારે ગુજરાત રોજગાર ભારતી મેલો 2022 માં ભાગ લેવા માટે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે.
- તમે આ પાસવર્ડ અને તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઈમેલ આઈડી વડે લોગઈન કરીને તે ગુજરાત રોજગાર ભારતી મેલો માટે અરજી કરી શકો છો.
ઉપયોગી લિન્ક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |