Your are blocked from seeing ads.

અમદાવાદ જગન્નાથ રથયાત્રા ૨૦૨૨ ટાઇમ ટેબલ

Your are blocked from seeing ads.

અમદાવાદ: ત્રણ વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા રંગેચંગે નીકળશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ પોલીસ અને જગન્નાથ મંદિર તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે પહેલી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથાયાત્રા (Rathyatra 2022) નીકળશે. લોકો શાંતિથી રથયાત્રાને જોઈ શકે તે માટે મંદિર તરફથી રથયાત્રાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ વખતની મંગળા આરતીમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : જગ્ગન્નાથ રથયાત્રા જુઓ તમારા મોબાઈલમાં લાઇવ

અમદાવાદ જગન્નાથ રથયાત્રા ૨૦૨૨

રથયાત્રાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આવતીકાલે નેત્રોત્સવ વિધિ યોજાશે. તારીખ 1 જુલાઈના રોજ નીકળનારી રથયાત્રામાં કોરોનાના બે વર્ષ બાદ ભક્તો પણ ભાગ લઈ શકશે. ત્યારે રથયાત્રા સબંધી વિવિધ આયોજનોને પોલીસ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે ગુજરાતમાં પહેલો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોમી એખલાસનું વાતાવરણ ઉભું કરવા માટે 495 હિન્દુ અને મુસ્લિમોની યુવા બ્રિગેડ બનાવવામાં આવી છે. આ યુવા બ્રિગેડ સંવેદનશીલ વિસ્તારોમાં મદદ કરશે.

Your are blocked from seeing ads.

આ પણ વાંચો : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ જાહેર

પોલીસ આકાશમાંથી પણ રથયાત્રા પર નજર રાખશે

આ વખતે રથયાત્રામાં હાઇટેક સાધનોથી સુરક્ષા પર નજર રાખવામાં આવશે. જેમાં આ વખતે પોલીસ સુરક્ષા માટે પેરા મોટરની મદદ લેશે. પેરા મોટરમાં હાઇટેક કેમેરા લાગ્યા હશે. જેની મદદથી આકાશમાંથી રથયાત્રા પર નજર રાખી શકાશે.

સવારે 7:05 મંદિરથી રથયાત્રાનો શુભારંભ

►સવારે 9:00 મ્યુનિસિપલ કોર્પોરેશન

સવારે 9:45 રાયપુર ચકલા

►સવારે 10:30 ખાડીયા ચાર રસ્તા

►સવારે 11:15 કાલુપુર સર્કલ

►બપોરે 12:00 સરસપુર

►બપોરે 1:30 સરસપુરથી પરત

►બપોરે 2:00 કાલુપુર સર્કલ

►બપોરે 2:30 પ્રેમ દરવાજા

►બપોરે 3:15 દિલ્હી ચકલા

►બપોરે 3:45 શાહપુર દરવાજા

►બપોરે 4:30 આર. સી. હાઇસ્કુલ

►સાંજે 5:00 ઘી કાંટા

►સાંજે 5:45 પાનકોર નાકા

►સાંજે 6:30 માણેકચોક

►સાંજે 8:30 નીજ મંદિરે પરત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Your are blocked from seeing ads.