આજથી તમારા ઘરમાં આ ત્રણ ઉપકરણોનો વપરાશ કરો બંધ, વીજળી બીલ થઇ જશે અડધું

ઘરનું વીજળીનું બિલ ઘણા લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. આવી પરિસ્થિતિમાં દરેક જણ ઘરનું વીજળીનું બિલ ઘટાડવા માંગે છે, પરંતુ ઘણા ઉપકરણોના સતત ઉપયોગને કારણે આ શક્ય બનતું નથી. આજે અમે તમને આવા જ ઉપકરણો પર ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. આ ઉપકરણોને દૂર કર્યા પછી તમે તમારા ઘરનું વીજળીનું બિલ ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ કઈ રીતે ઘટાડી શકાય છે વીજળીનું બિલ.

ઘરનું વીજળીનું બીલ ઘટાડો

ઘરનું વીજળી બીલમાં વધારો મુખ્યત્વે ઘરમાં રહેલા ભારે ઉપકરણોના કારણે થતો હોય છે. જેવા કે…

  • રસોડામાં ચીમનીનો ઉપયોગ ટાળો
  • ઇલેક્ટ્રિક ગીઝરની જગ્યાએ ગેસ ગીઝર વાપરો
  • AC નો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરશો

ઉપર દર્શાવેલા આ ત્રણ ઉપકરણો ઘરના વીજળી બિલનું મુખ્ય કારણ બનતા હોય છે. અને આ વસ્તુઓનો વપરાશ જેટલો શક્ય હોય તેટલો ઘટાડવો જરૂરી છે. કારણ કે આ વસ્તુઓના કારણે વીજળી બીલ વધુ આવે છે. અને જો આ વસ્તુનો ઉપયોગ ન કરવો તે તમારા માટે અશક્ય હોય તો તમે તેના માટેના ઘણા ઉપાયો હાથ ધરી શકો છે જેવા કે, સોલાર સીસ્ટમ ઘરમાં લગાવી, 5 સ્ટાર વાળા વીજ ઉપકરણોનો ઉપયોગ કરવો વગેરે. આ વસ્તુઓ દ્વારા તમે તમારા વીજ બીલના પૈસા બચાવી શકો છો.

રસોડાની ચીમની

સામાન્ય રીતે ઘણા લોકો કિચનમાં ચીમનીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વીજ બિલનો વપરાશ કરતા ઉપકરણોની યાદીમાં ચીમનીનો સમાવેશ થાય છે. જો કે ઉનાળાની ઋતુમાં ચીમની ચલાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારે હાલ બજારમાં તેની જગ્યાએ બીજી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે ચીમનીની જગ્યાએ કરી શકો છો. સાથે જ તેનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ પણ ખાસ્સું ઓછું આવવા લાગે છે.

ઇલેક્ટ્રિક ગીઝર

ગીઝર પણ ઘરમાં ઘણી વીજળીનો વપરાશ કરે છે. આવી સ્થિતિમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારે ઇલેક્ટ્રિક ગીઝરની જગ્યાએ બીજો વિકલ્પ શોધવો જોઈએ. ગેસ ગીઝર તેની જગ્યાએ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે ઇલેક્ટ્રિક ગીઝરની જગ્યાએ ગેસ ગીઝરનો ઉપયોગ કરી શકો છો. તે કામને સારી રીતે કરે છે, સાથે જ તે ઘણી વીજળી પણ બચાવે છે.

એર કંડીશનર (AC)

એસી પણ આ સૂચિમાં શામેલ છે જે ઘરમાં સૌથી વધુ વીજળીનો વપરાશ કરે છે. પરંતુ તે એક એવું ડિવાઇસ પણ છે જેને તમે રિપ્લેસમેન્ટ કે બંધ ન કરી શકો . પરંતુ તમે નોન ઇન્વર્ટર એસીની જગ્યાએ ઇન્વર્ટર એસીનો ઉપયોગ કરી શકો છો. ઇન્વર્ટર એસીનો સીધો અર્થ એ છે કે વીજળી બચાવશે. કારણ કે તેના આઉટડોરમાં પીસીબી લગાવવામાં આવ્યું હોય છે જે કોમ્પ્રેસરની સ્પીડને નિયંત્રિત કરે છે. કંપનીનો દાવો છે કે ઇન્વર્ટર એસીથી 15 ટકા સુધી વીજળીની બચત થાય છે.