Your are blocked from seeing ads.

આગામી 5 દિવસોમાં આ જગ્યાએ પડશે ભારે વરસાદ, જાણો ક્યાં ક્યાં…

Your are blocked from seeing ads.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની હવામાન ખાતાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

તો બીજી તરફ 30 જૂન ના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે 30 જૂનના રોજ રાજ્યમાં જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર, અમરેલી અને દાહોદમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

1 જુલાઈએ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી

રાજ્યમાં 1 જુલાઈના રોજ દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ 1 જુલાઈના રોજ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 જુલાઈ ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

Your are blocked from seeing ads.

4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા

રાજ્યમાં આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. તેથી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી હતી. અને પર્યટકોને પણ દરિયાકિનારે ન જવાની સૂચના આપવામાં આવી હતી. હજુ પણ આગામી ચાર દિવસ દમણનો દરિયો તોફાને રહેવાની શક્યતા છે. આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Comment

Your are blocked from seeing ads.