આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં…

ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, Surat ma varsad ni agahi અહીં તમને અમે ઓનલાઇન કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીશુ. તેમજ આજે ગુજરાત ના કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપીશુ. સાથે કઈ દિશા માં પવન ફુંકાશે, કેટલી ઝડપ રહેશે પવનની અને આજની આબોહવા ની તમામ માહિતી મળશે

સુરતમાં વરસાદ ની આગાહી સુરત શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા યથાવત છે. આજે શહેરના વરાછા, સરથાણા અને યોગીચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો. બીજી તરફ બારડોલીના કામરેજ, કડોદરા અને પલસાણામાં પણ વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભારે વરસાદને પગલે બારડોલીથી બાબેન જતા સુગર રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયું હતુ. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

સુરત શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે (રવિવારે) વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ માં વરસાદ ની આગાહી

અમદાવાદના ગોતા, સોલા, જગતપુર, એસજી હાઈવે, નારણપુરા, ઘાટલોડિયા, નવા વાડજ, અખબાર નગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સીઝનનો પહેલો વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા વરસાદ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.’

Read Also:-   ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાગેલી આગ વચ્ચે પેટ્રોલ ડીઝલના નવા ભાવ બહાર આવ્યા નવા ભાવ જોઈને તમે ચોકી જશો

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા થલતેજ અંડર પાસ, ઝાયડસ બ્રિજ પાસેના રોડ પર હજુ પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાને કારણે રોડ પર કાદવ કિચડમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસાદ પડીને બંધ થયાને 9 કલાક સમય વીતવા છતાં કેટલાક માર્ગો પરથી હજુ પાણી ઓસર્યા નથી. રોડ પર રીપેરીંગ કામ, સમારકામ ચાલતું હોય એવા માર્ગોની હાલત ખરાબ થઈ છે.

ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી

નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

Leave a Comment