Advertisements
ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.
સુરતમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
સુરત જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ડેમની આજુબાજુના લોકોને પણ અવરજવર ન કરવાની અપીલ કરાઇ છે. નીચાણવાળા વિસ્તારમાં પૂર્વ તૈયારી કરવા તંત્રએ સૂચના આપી દીધી છે. અધિકારીઓને પણ હેડકવાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.
જુઓ કઈ તારીખે ક્યાં પડશે વરસાદ
8 જુલાઇ : પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી.
9 જુલાઈ : અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી.
10 જુલાઈ : ગીર-સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, પોરબંદર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી.
11 જુલાઈ : આ દિવસે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, પોરબંદર, ભરૂચ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.