Cola Weather વેબસાઇટનાં પૂર્વાનુમાન મુજબ ગુજરાત રાજયમાં 22 જૂનથી લઇ 30 જૂન દરમીયાન ભરપૂર વરસાદ પડવાની શકયતા છે. તારીખ 22 જૂનથી નવી સિસ્ટમ સક્રિય બનવાની શકયતા છે. ફરી અરબી સમુદ્ર મજબૂત બનવાની શકયતા છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉંડ આવશે પડવાની શકયતા છે. અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહયુ છે. આ નક્ષત્ર પુરુ થાય પછી આદ્રા નક્ષત્ર બેસવાનું છે. તારીખ 21/06/2022 થી આ નક્ષત્ર બેસી જશે અને એક અનુમાન મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ પડશે.
આદ્રા નક્ષત્રની શરૂઆત થશે.
અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહયુ છે. આ નક્ષત્ર પુરુ થાય પછી આદ્રા નક્ષત્ર બેસવાનું છે. તારીખ 21/06/2022 થી આ નક્ષત્ર બેસી જશે અને એક અનુમાન મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ પડશે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હોય છે તેવી રીતે આ વર્ષે સારો વરસાદ નોંધાયો હતો.
કચ્છમાં મહિનાના અંત સુધીમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રિ મોનસૂનની ગતિવિધિઓ શરૂ ગઈ છે. 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનુ આગમન થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 જૂન સુધી ચોમાસાનુ આગમન થશે. તો 25 જૂન સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ચોમાસું આવરી લેશે. જેમાં કચ્છમાં મહિનાના અંત સુધી ચોમાસું પહોચે તેવી આગાહી કરાવામાં આવી છે.