ડાયાબિટીસમાં મોટાભાગના લોકો આ વિચારીને પરેશાન રહે છે કે તેમણે શું ખાવુ જોઈએ? અને શું ના ખાવુ જોઈએ. એવા ઘણા ડાયાબિટીસના દર્દી છે, જે હંમેશા બ્લડ શુગર વધવાથી પરેશાન રહે છે. એવામાં તમારે તમારા ડાયટમાં સ્પ્રાઉટ્સને સામેલ કરવા જોઈએ.
- જો તમે ડાયાબિટીસના દર્દી છો તો કરો આ વસ્તુનુ સેવન
- તમારે તમારા ડાયટમાં સ્પ્રાઉટ્સને સામેલ કરવા જોઈએ
- સ્પ્રાઉટ્સમાં ફાઈબરની માત્રા વધારે હોવાથી બ્લડ શુગર ઘટે છે
ફણગાવેલા મગ
સ્પ્રાઉટ્સમાં ફાઈબરની માત્રા વધારે હોય છે, જે મેટાબોલિજ્મને સારું કરે છે અને બ્લડ શુગરને ઝડપથી ઘટાડે છે. મગના ફાયદા વિશે મોટાભાગના લોકોને ખબર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ડાયાબિટીસમાં ફણગાવેલા મગ કેટલા ફાયદાકારક છે? મગમાં વિટેક્સિન અને આઈસોવિટેક્સિન નામના કેટલાંક એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે. આ સાથે ફણગાવેલા મગમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા પણ વધારે હોય છે, જે તમારી પાચન ક્રિયાને પણ યોગ્ય રાખે છે.
ફણગાવેલા સોયાબીન
ફણગાવેલા સોયાબીન મોટાભાગના લોકોને સ્વાદમાં ખરાબ લાગે છે. પરંતુ આ તમારા આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. સોયાબીનમાં પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ અને ફઆઈટોએસ્ટ્રોજન્સ હોય છે, જે પેટ સાથે હાર્ટ માટે ફાયદાકારક હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ફણગાવેલા સોયાબીન તમારા માટે વધુ ગુણકારી છે. તેથી તમે તેનુ દરરોજ સેવન કરી શકો છો.
ફણગાવેલા ચણા
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ફણગાવેલા ચણાનુ સેવન કરો. ચણામાં કાર્બ ઓછુ હોય છે. આ સાથે પ્રોટીનનુ પ્રમાણ થોડુ વધારે હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે.