9 જુલાઈ સાવધાન ગુજરાત : આટલા જીલ્લામાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે પડશે અનરાધાર વરસાદ

રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આજે રાત્રે પડી શકે છે વરસાદ

આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્મ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, ભરૃચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી કરી છે.

રાજયમાં આજે રાત્રીથી કાલ સવાર સુઘીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. 

9 તારીખે પડશે અતિભારે વરસાદ

સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમાનાથ અને જુનાગઢમાં ઓરેંજ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. બાકીના વિસ્તારોમાં વાદળછાયા વાતારણ રેવાની શકયતા છે. તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શકયતા છે.

6 તારીખ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

7 તારીખ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. અને વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ આગાહી વ્યકત કરવામાં આવી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.

Read Also:-   ગુજરાતને ધમરોળશે મીની વાવાઝોડું : આ જિલ્લાઓમાં આપ્યું ૩ નંબરનું એલર્ટ

8 તારીખ: બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે. અને ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment