હવે 7/12 અને 8-અ ના દાખલા કઢાવા ઈ-ધરા કે ઈ-ગ્રામ સેન્ટર પર નહિ જવું પડે

ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.

AnyRoR પોર્ટલ ગુજરાત

ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં ઈ-ગવર્નન્સના પ્રયાસોના ભાગરૂપે જમીનના ગામ નમૂના 7/12 અને 8-અ ની નકલ મેળવી શકાશે. ખેડૂતો પોતાના bhulekh Naksha સરકારના અધિકૃત પોર્ટલ મેળવી શકાશે. જેથી gujarat bhulekh land records કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં.

AnyRoR પોર્ટલ ગુજરાત- હાઇલાઇટ્સ

આર્ટિકલનો વિષયAnyRoR 7/12 Utara Online
ભાષાગુજરાતી અને English
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRClick Here
Official Website i-ORAClick Here

7/12 અને 8-અ ના ઉતારા શું છે?

ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.

Read Also:-   રાશિફળ : શુભ યોગ બનવાથી બદલાઈ શકે છે આ 7 રાશિઓનું ભાગ્ય, જાણો તમારું ભવિષ્ય

કયા-કયા જમીન રેકોર્ડ્સ AnyRoR પરથી જોઈ શકાશે?

Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.

ગ્રામીણ જમીન રેકોર્ડ્સ

ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના જમીનનો રેકોર્ડ જોવા માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • OLD Scanned VF-7/12 details (જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • OLD Scanned VF-6 Entry Details (જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • VF-8A Khata Details (ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN

શહેરી જમીન રેકોર્ડ્સ

શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જવાનું રહેશે. કયા-કયા Urban Land Record ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • Nondh No.Details
  • 135-D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN

ઓનલાઇન ડીજીટલ સાઇન્ડ નકલ મેળવો

ગુજરાત રાજ્યમાં જમીન માટેનું અગત્યનું રેકર્ડ એટલે ગામના નમૂના નંબર-6, 7/12 ઉતારા, 8-અ ની નકલ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. પરંતુ સરકારશ્રી દ્વારા Digitally Signed નકલ ઓનલાઈન મેળવી શકાશે. જેમાં e-Sign અને e-Seal સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ અધિકૃત ગણાશે. આવી નકલ મેળવવા માટે Anyror Gujarat અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, તેની સત્યતા કે ખરાઈ પણ કોઈપણ જગ્યાએથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકાશે. આ નકલ માટે ખેડૂતોએ online fee ભરવાની રહેશે.

Read Also:-   પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 : મેળવો મફત LPG ગેસ કનેક્શન

Digitally Signed RoR Online Download

મહેસૂલ વિભાગના તા-18/11/2021 ના સરકારી ઠરાવ કરીને જાહેર કર્યું છે કે મહેસૂલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવામાં આવે. હવેથી ગામ નમૂના ૬, ૭/૧૨ અને ૮-અ ની નકલો કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી મેળવી શકાશે. જેના માટે anyror gujarat અને iora પરથી ડાઉનલોડ કરી શકાશે. આ Jamin na Utara કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
  • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
  • કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
  • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
  • Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
  • ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
  • તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
  • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
  • હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
  • .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
  • નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
  • નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
  • ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
  • Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
  • ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
Read Also:-   હવે ખરીદો TVS Apache માત્ર 10 હજારમાં

મહત્વપૂર્ણ લિંક

AnyRoR Gujarat WebsiteClick Here
i-ORA Gujarat PortalClick Here
HomePageClick Here

Leave a Comment